તોરણવેરા ગ્રામ પંચાયતની આગવી પહેલ.

SB KHERGAM
0

  

 તોરણવેરા ગ્રામ પંચાયતની આગવી પહેલ. 

આજના વર્તમાન સમયમાં ગામડાઓમાં યુવાધન ધુમ્રપાનનાં લતે ચઢેલ હોય તેમનું જીવન પાયમાલ થઈ રહ્યું છે. જો તેમને આ ધૂમ્રપાનની લતથી છોડાવવા હોય તો શરૂઆત ગામથી થવી જોઈએ. જો દુકાનદારો દ્વારા જો ૧૮ વર્ષથી ઓછી વયના યુવાનોને ધૂમ્રપાનની પ્રોડક્ટ આપવાનુ બંધ કરવામાં આવે તો ભવિષ્યમાં સારા પરિણામો જોવા મળેશે. આ બાબતે તોરણવેરા ગ્રામપંચાયત અને ગ્રામજનો દ્વારા યુવાનો માટે ચિંતિત હોય તેમણે આ આશીર્વાદરૂપ પગલું ભર્યું છે.

૧૮ વર્ષથી ઓછી વયના યુવાનોને તમાકુ, ગુટકા, સિગારેટ, બીડી વેચવા પર તોરણવેરા ગ્રામ પંચાયત દ્વારા  વેચાણ પર  પ્રતિબંધ મૂકવાનો ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જો કોઈ દુકાનદાર તમાકુ આધારિત કોઈ પણ પ્રોડક્ટ વેચતાં પકડાશે તો દુકાનદારે ₹૨૦૦૦/- અંકે રૂપિયા બે હજારનો દંડ વસૂલવાનો સર્વાનુમતે ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો છે.

Post a Comment

0Comments
Post a Comment (0)